Sunday, April 13, 2025

Bhav

 આ બારેય ભાવનાં કેટલાંક પારિભાષિક નામો નીચે મુજબ છે :

ભાવ 1, 4, 7, 10 આ સ્થાનો યા ભાવો કેન્દ્ર કહેવાય છે.

2, 5, 8, 11 આ સ્થાનો પણફર સ્થાન કહેવાય છે.

3 , 6, 9, 12 આ સ્થાનો આપોક્લીમ સ્થાન કહેવાય છે.

કુંડળીના બારેય ભાવોમાં માનવનાં જુદાં જુદાં અંગોની કલ્પના છે.


ભાવઅવયવ
1.પ્રથમ ભાવ- લગ્નભાવમસ્તક, મુખ
2.બીજો ભાવમુખ, જમણી આંખ, ગરદન, ગળું
3.ત્રીજો ભાવખભો, ગળું, હાથ, છાતી, જમણો કાન
4.ચોથો ભાવછાતી, ફેફસાં, હૃદય, હોજરી
5.પાંચમો ભાવહૃદય, પેટ, વાંસો
6.છઠ્ઠો ભાવપેટ, આંતરડાં, અંડ
7.સાતમો ભાવપેડુ, કમર, ઉદરાન્તર, બેસણી
8.આઠમો ભાવઇન્દ્રિયો, ગુહ્ય ભાગ
9.નવમો ભાવજાંઘ
10.દસમો ભાવઢીંચણ
11.અગિયારમો ભાવ

ડાબો કાન

ઢીંચણની નીચેનો ભાગ, પગનો ભાગ,
12.બારમો ભાવપગનાં તળિયાં, ડાબી આંખ

બાર ઘરનું મહત્વ:

પ્રથમ ઘર - આ ઘર દ્વારા વ્યક્તિનો સ્વભાવ અને પર્સનાલિટી વિશે જાણી શકાય છે.

બીજું ઘર -  વ્યક્તિની સંપત્તિ અને આર્થિક સ્થિતિ કેવી રહેશે, તે દર્શાવે છે.

ત્રીજું ઘર - આ ઘર દ્વારા વ્યક્તિની કમ્યુનિકેશન સ્કિલ અને માનસિક સંતુલનની સ્થિતિ જાણી શકાય છે.

ચોથું ઘર - દર્શાવે છે માતા-પિતા સાથેનો વ્યવહાર સાથે સાથે વાહન વ્યવહાર, મિલકત, મકાન વગેરેની જાણકારી મેળવી શકાય છે.

પાંચમું ઘર - આ ઘર દ્વારા વ્યક્તિનો પ્રેમસંબંધ જાણી શકાય છે. ખાસ કરીને સંતાન પ્રત્યેનો પ્રેમ ભાવ, ક્રિએટિવિટી, બુદ્ધિક્ષમતા વિશે જાણી શકાય છે.

છઠ્ઠું ઘર - આ ઘર વ્યક્તિના શત્રુ અને સ્વાસ્થ્ય વિશેની જાણકારી આપે છે.

સાતમું ઘર - આ ઘર વ્યક્તિની લગ્ન સંબંધિત સમસ્યા, લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનર વગેરેની માહિતી આપે છે.

આઠમું ઘર - આ ઘર દ્વારા વ્યક્તિની મૃત્યુ સંબંધિત અને પૂર્વજો તરફથી મળેલી સંપત્તિનું સ્ટેટ્સ દર્શાવે છે.

નવમું ઘર - આ ઘરને વ્યક્તિના ધર્મનું ઘર અથવા ભાગ્યનું ઘર કહેવામાં આવે છે. તેથી વ્યક્તિની ધાર્મિક યાત્રા વિશે પણ જાણી શકાય છે.

દસમું ઘર - આ ઘર વ્યક્તિની કારકિર્દી તેમજ નોકરી-ધંધા સાથે સંબંધિત માહિતી મેળવી શકાય છે.

અગિયારમું ઘર - આ ઘર વ્યક્તિની મિત્રતા સંબંધિત સમસ્યાઓ દર્શાવે છે.

બારમું ઘર - આ ઘર દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક સંબંધિત માહિતી જોઈ શકાય છે.

દૃષ્ટિ 

મંગલ પોતાના સ્થાનથી 4 અને 8 ગુરુ મહાજની 5 અને 9 શનિ 3 અને 10 સ્થાન પર દૃષ્ટિ કરેં છે.

દરેક ગ્રહ પોતાના સ્થાન થી સાતમા ઘર (સ્થાન) ને પૂર્ણ દૃષ્ટિ થી જુએ છે. આના સિવાય મંગલ ચોથા અને આઠમા સ્થાન ને પણ જુએ છે. ગુરુ પાંચમા અને નવમાં સ્થાન ને પણ જુએ છે. શનિ ત્રીજા અને દસમા સ્થાન ને પણ જુએ છે.

ગ્રહપૂર્ણ દૃષ્ટ સ્થાન
સૂર્ય7
ચંદ્ર7
બુધ7
શુક્ર7
મંગલ4, 7, 8
ગુરુ5, 7, 9
શનિ3, 7, 10

રાહુ અને કેતુ માટે ધારો કે તેમની દૃષ્ટિ નથી હોતી.

https://www.astrosage.com/gujarati/learn-astrology/



























No comments:

Post a Comment