- કુંડળીમાં કુલ બાર સ્થાન હોય છે. જેમાં પ્રથમ, ચોથું, સાતમું અને દસમું સ્થાન કેન્દ્રસ્થાન તરીકે ઓળખાય છે
- કુંડળીમાં કેન્દ્ર સ્થાન બળવાન હોય અને તેમાં બેઠેલાં ગ્રહો શુભ હોય તો જાતક સંસારના તમામ સુખનો હકદાર બને છે
પતિ અને પત્ની માટે શાસ્ત્રો શું કહે છે તે આ શ્લોક દ્વારા સમજીએ સદા વક્ર: સદા ક્રૂર: સદા પૂજામપેક્ષતે કન્યારાશિ સ્થિતો નિત્યં જામતા દશમો ગ્રહ: વરમ સ્થિતો નિત્યં ભાર્યા કાગવાણીનીII
સાતમે શનિ અને સપ્તમેશ મંગળ છઠા રોગ શત્રુ દેવાના દુષિત સ્થાનમાં પોતાની અસ્તની રાશિ તુલામાં આવેલો છે. લગ્ન માટેનો મહત્ત્વનો ગ્રહ શુક્ર પણ કુંડળીના બારમા વ્યય સ્થાનમાં મેષ રાશિમાં સ્થિત છે. શુક્રની આ અસ્તની રાશિ છે. તમે વિચારો લગ્ન જીવનના અતિ મહત્ત્વના બે બે ગ્રહો એટલે કે લગ્ન જીવનમાં માંગલ્ય બક્ષતો મંગળ અસ્ત રાશિમાં રોગ સ્થાનમાં અને શુક્ર કે જે જાતિય પરિબળ સાથે સંકળાયેલો અતિ મહત્ત્વનો ગ્રહ છે એ પણ અહીં પોતાની અસ્ત રાશિમાં બારમે અકળાયેલો છે. આમ છતાંય આ ભાઈને લગ્નનો ચસકો હજુ છૂટતો નથી. તેમની કુંડળીના કેન્દ્ર સ્થાનમાં રાહુ-કેતુ અને પ્લૂટો જેવા યમ સમકક્ષ ગ્રહો બિરાજમાન છે અને જ્યોતિષની દૃષ્ટીએ આ ભાઈના લગ્ન જીવનનું ક્રિયાકર્મ, બારમું તેરમું થઇ જવાનું છે આમ છતાંય લગ્ન મોહ અને પત્ની મોહ છૂટતો નથી.
ક્રૂર ગ્રહો લગ્નજીવનને વન જેવું બનાવે છેઃ- કુંડળીના કેન્દ્ર ભાવમાં ક્રૂર ગ્રહો લગ્નજીવનને વન જેવુ બનાવે છે તેનું સાક્ષાત ઉદાહરણ ભગવાન શ્રીરામનું છે. તેમની કર્ક લગ્નની કકુંડળીમાં ચોથે તુલાનો શનિ, સાતમે મકરનો મંગળ અને દસમે મેષનો સૂર્ય વગેરે કેન્દ્રમાં આવેલા ક્રૂર ગ્રહોએ તેમને ભગવાન બનાવ્યા પરંતુ લગ્નજીવનમાં ભાગ્યવાન બનાવ્યા નહીં.
ગ્રંથોમાં આઠ પ્રકારના લગ્નનું વર્ણન કરવામાં આવ્યું છેઃ- બ્રાહ્મો દૈવસ્ત અર્થે વાર્ષ: પ્રાજાપત્યસ્ત થાસુર: Iગાંધર્વો રાક્ષસશ્હેવ પૈશાચશ્ચાસ્ત મોર્ધામ: II
આઠ પ્રકારના વિવાહનું વર્ણન મનુસ્મૃતિ ગ્રંથમાં કરેલું છે. બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને સૌથી અધમ પ્રકારનો વિવાહ પિશાચ વિવાહગણાય.
મુની મન્ત્રેશ્વર પોતાના મહા ગ્રંથ ચમત્કાર ચિંતામણીમાં સ્પષ્ટ કહે છે કે જન્મ કુંડળીના કેન્દ્ર સ્થાનમાં જ્યારે પિશાચી ગ્રહો જેવા કે રાહુ, કેતુ, શનિ કે મંગળ બિરાજે તો લગ્ન જીવનમાં પિશાચી અશાંતિ સર્જાય છે. એલન લીઓ કે જેઓ વેસ્ટર્ન એસ્ટ્રોલોજીનું માસ્ટર માઈન્ડ ગણાય છે તેઓ પણ પોતાના પુસ્તક સ્ટાર્સ હુ રુલ્સમાં જણાવે છે કે "ક્રુઅલ પ્લાનેટસ ઇન કવોરડેંટ બ્રીન્ગ્સ અનહેપીનેસ" અર્થાત કેન્દ્રમાં ક્રૂર ગ્રહો લગ્ન જીવનને દુઃખી બનાવે છે. તેઓએ પોતાના પુસ્તકમાં સાતમે પ્લૂટોને લગ્ન જીવન બાબતે અતિ પીડાદાયી અને ગ્રેવ યાર્ડ સાથે સરખાવ્યા છે. વાચક મિત્રો, શાસ્ત્રોક્ત રીતે ગૃહસ્થ આશ્રમની શરૂઆત દરેક જાતકની પચ્ચીસીએ થાય અર્થાત જો તમે શતમ જીવ શરદના નિયમ હેઠળ 100 વર્ષ જીવવાના હોવ તો બાકીના 75 વર્ષ તમારે નર્કમાં રહેવાનું નક્કી છે. આથી જીવનસાથી પસંદ કરતાં પહેલાં લાખ વાર પ્રાર્થના કરજો. સાચી વાત ને?
Jay ho
કુંડળી નો પ્રથમ ભાવ, લગ્ન ભાવ
જન્મ લગ્ન કુંડળી માં પ્રથમ ભાવ એ આ જગત માં તમારી એન્ટ્રી દર્શાવે છે.
કુંડળી ના પ્રથમ ભાવ ને લગ્ન ભાવ, તનુ ભાવ કહે છે.
આ ભાવ ને કુંડળી નું બીજ કહે છે જેમાં આખું વૃક્ષ સમાયેલું હોય છે. સમય જતાં જેમ વૃક્ષ મોટું થાય ફળ આપે છાંયો આપે એજ રીતે કુંડળી ના પ્રથમ ભાવનું સ્થાન છે. પ્રથમ ભાવ એટલે શરીર દેહ. આ દેહ આવ્યો. એ એકલો તો નથી જ. કુટુંબ, માતા પિતા ભાઈ ભાંડુ બધા જ હોય. જીવનમાં દેહ સાથે જોડાયેલા તમામ સંબંધો કુંડળી થી જોઈ શકાય છે. આમ પ્રથમ ભાવ એ આખીય કુંડળી અને જીવન નું બીજ કહી શકાય.
પ્રથમ ભાવ ને તનુ ભાવ કહે છે. ‘તન’ એટલે શરીર.
‘દેહં રૂપં ચ જ્ઞાનં ચ વર્ણ ચૈવ બલાબલમ્,
સુખં દુ:ખં સ્વભાવં ચ લગ્નભાવાનિરીક્ષયતે.’
અર્થાત્ મહર્ષિ પરાશર કહે છે કે, દેહ નું રૂપ એટલે કે રંગ કેવો છે એ, જ્ઞાન, વર્ણ એટલે ચાર વર્ણ ની રાશિ હોય છે. જે રાશિ પ્રથમ ભાવ માં હોય તેવા ગુણધર્મો જાતક ધરાવતું હોય છે. ‘બલાબલમ્ ‘ એટલે જાતક નું શરીર સૌષ્ઠવ કેવું હોય તેની માહિતી લગ્ન ભાવ થી થાય છે.
આ ઉપરાંત જીવન માં આવનાર સુખ દુઃખ નો વિચાર તથા જાતક નો સ્વભાવ, ઈન્ડિવ્યુજ્યાલીટી લગ્ન ભાવ થી જાણી શકાય છે.
પ્રથમ ભાવ થી દેખાવ, શરીર નો આકાર, વળાંકો, સ્વાસ્થ્ય, જાતક એટ્રેક્ટિવ હશે કે કેમ એ, જાતક ના ગુણ દોષ, બળ, તેના દેહ તથા સ્વભાવ ની દુર્બળતા, જુદી જુદી પરિસ્થિતિ માં તેની પ્રતિક્રિયા તથા પ્રક્રિયા જે એની અંદર રહેલાં જ્ઞાન સાથે જોડાયેલા હોય છે એવા તમામ પાસા જાણી શકાય છે.
ઉત્તરકાલામૃત મુજબ પ્રથમ ભાવ થી જોવાતી બાબતો :-
‘ દેહશ્ચાવયવઃ સુખાસુખ જરાસ્તે જ્ઞાન જન્મસ્થલે,
કીર્તિઃ સ્વપ્નવલાયતી નૃપનયાખ્યાઁયૂષિ શાન્તિવર્યઃ
કેશા કૃત્યભિમાન જીવન પર દ્યૂતાંક માનત્વચો
નિદ્રાજ્ઞાન ધનાપહાર નૃતિરસ્કાર સ્વભાવારુજઃ.
વૈરાગ્ય પ્રકૃતિ ચ કાર્ય કારણં જીવ ક્રિયા સૂદ્યમો
મર્યાદા પ્રવિનાશનં ત્વિતિ ભવેદ્ વર્ણાપવાદસ્તનોઃ.
ઉપરોક્ત શ્લોક માં પ્રથમ ભાવ ના કારકત્વમાં આવતી બાબતો નું વર્ણન છે. જે જોઈએ.
1) દેહ ના રૂપ રંગ, સ્વાસ્થ્ય (2) વિભિન્ન અવયવો (3)જીવનના સુખ દુઃખ (4) વૃધ્ધાવસ્થા (5)જ્ઞાન ( 6) જન્મ સ્થાન 7) યશ કીર્તિ ગૌરવ (8)સ્વપ્ન ફળ (9)બળ (10)પ્રભાવ,પ્રતાપ (11) રાજ્ય કે સત્તા નુ સુખ (12) આયુષ્ય (13) સુખ શાંતિ આનંદ (14) વય (15) કેશ વાળ (16) દેહ સૌંદર્ય, ચહેરાની ભવ્યતા (17) સ્વાભિમાન (18)આજીવિકા (19) બીજા ને માટે કરી છુટવાની વૃત્તિ કે જુગારી વૃત્તિ (20) અપમાન કલંક (21) માન સન્માન (22) ત્વચા (23) ઉંઘ (24) કાર્યકુશળતા, દક્ષતા, બુદ્ધિમતા (25) પરધન લઈ લેવું કે ધન સંબંધી ગોટાળો (26) વેરવૃત્તિ, અપમાનિત કરવાની પ્રવૃત્તિ (27) સ્વાસ્થ્ય, લાભ કે રોગ થી મુક્તિ (28) અનાસક્તિ ત્યાગ (29) સ્વભાવ (30) કાર્ય કરવાનું માધ્યમ, એજન્સી (31) પશુપાલન (32) મર્યાદા નો નાશ કે ભંગ (33) કુળ જાતિ થી અપામાનિત કે બહાર થઈ જવું.
લગ્ન ભાવ માં રહેલાં નંબર પરથી રાશિ નક્કી કરાય છે.
જુદી જુદી રાશિના લગ્નો પ્રમાણે ગુણ, દોષ, સ્વભાવ વગેરે જાણી શકાય છે. લગ્ન ભાવમાં રહેલ રાશિ સ્વામી જેને લગ્નેશ કહે છે. લગ્ન ભાવમા રહેલ ગ્રહો, લગ્ન ભાવ પર દ્રષ્ટિ કરતાં ગ્રહો, લગ્નેશ, લગ્નેશ જે રાશિ ભાવ માં રહેલ હોય તે, તેના પર બીજા ગ્રહની દ્રષ્ટિ આ તમામ બાબત જાતક પર અસર કરે છે.
પ્રથમ ભાવ જાતક નું માથું, કપાળ, બ્રેઇન માઈન્ડ દર્શાવે છે. પ્રથમ ભાવથી દાદી તથા નાના નો પણ વિચાર કરી શકાય છે. આ ઉપરાંત સાળા સાળી, નણંદ, દિયર, ભાભી વગેરે ના પૂત્ર પૂત્રી ઓ નો વિચાર કરાય છે.
પ્રથમ ભાવ નો કારક ગ્રહ સૂર્ય છે. સૂર્ય રોગપ્રતિકારક તથા જીવન શક્તિ નો કારક છે. સૂર્ય પરથી જાતકની રોગપ્રતિકારક શક્તિ નો વિચાર કરી શકાય છે.
Pluto 1 St location
પ્લુટો જ્યારે જન્મ કુંડળીના પહેલા સ્થાનમાં હોય (લગ્નમાં), ત્યારે તે વ્યક્તિના વ્યક્તિત્વ, શારીરિક દેખાવ અને જીવનભરના દૃષ્ટિકોણ પર ઊંડો અસર પાડે છે. પહેલું સ્થાન વ્યક્તિનું “મુંહરસ” કહેવાય છે, એટલે કે જાતિની ઓળખ. પ્લુટો એક પરિવર્તનશીલ, ઉર્જાશીલ અને રૂપાંતર લાવનારો ગ્રહ છે, તેથી તેના પ્રથમ સ્થાને રહેવાથી કેટલાક ખાસ ફળો મળી શકે છે.
પ્લુટો પ્રથમ ભાવમાં: ફળ અને ફાયદા
1. મજબૂત ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ
આવા જાતકોમાં પોતાની વાત પર અડગ રહેવાની ખૂબ ક્ષમતા હોય છે.
તેમને કંઈક મોટા સ્તરે બદલાવ લાવવાનો જજ્બો હોય છે.
2. ગાઢ વ્યક્તિત્વ
આમ લોકો ઘણીવાર ગુમ્મ અને રહસ્યમય સ્વભાવ ધરાવતાં હોય છે.
લોકો તેમની તરફ આકર્ષિત પણ થાય છે પરંતુ તેમની પાસે ખૂલતાં પહેલાં વિચાર કરે છે.
3. પારિવારિક અથવા વ્યક્તિગત જીવનમાં રૂપાંતર
તેમના જીવનમાં મોટા પરિવર્તનો (transformation) થાય છે – જેથી તેઓ અંદરથી ખૂબ મજબૂત બને છે.
4. આપત્તિઓનો સામનો કરવાની શક્તિ
મુશ્કેલીઓમાં પણ હિંમત નહીં હારવી, મુશ્કેલ પરિસ્થિતિમાંથી નવી તાકાત લઈને બહાર નીકળવાની કુશળતા.
5. પ્રેરક અને નેતૃત્વક્ષમ
આવા વ્યક્તિઓમાં લીડરશિપ ગુણો હોય છે અને તેઓ અન્ય લોકોને માર્ગદર્શિત કરી શકે છે.
ચેતવણીઓ (Challenges)
જ્યારે પ્લુટો સંયમમાં ન હોય (જેમ કે દષ્ટ ગ્રહોની જોડમાં), ત્યારે તે વ્યક્તિને:
ઓવરકન્ટ્રોલિંગ અથવા ડોમિનેટિંગ સ્વભાવનો બનાવી શકે છે.
ગુસ્સો, ઈર્ષ્યા અથવા ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ તરફ લઈ જઈ શકે છે.
સારાંશ
પ્લુટો પ્રથમ ભાવમાં વ્યક્તિને ઊંડું વિચારોવાળું, તાકાતવર, પરિવર્તનશીલ અને આધ્યાત્મિક રીતે ઉન્નત બનાવે છે. યોગ્ય માર્ગદર્શન અને આત્મનિરીક્ષણ થકી આવા જાતકો જીવનમાં બહુ ઊંચા શિખરો સુધી પહોંચી શકે છે.
તમે ઇચ્છો તો હું તમારા પ્લાનેટરી પોઝિશન પ્રમાણે વિગતવાર વિશ્લેષણ પણ આપી શકું.
No comments:
Post a Comment