કાલસર્પ દોષ/યોગ – કાલસર્પ ઉપાયો
![]()
કાલસર્પ યોગ હાજર નથી.
પ્રચલિત વ્યાખ્યા પ્રમાણે, જ્યારે જન્મ-કુંડળી કે જન્માક્ષરમાં બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવેલા હોય ત્યારે તેને કાલસર્પ દોષ કહે છે. હાલમાં, ભારતીય જ્યોતિષીઓ વચ્ચે આ દોષ અંગેની ચર્ચા પ્રચલિત બની છે. વ્યક્તિના જીવનની ઘણી મુશ્કેલીઓ કાલસર્પ દોષને પરિણામે હોય છે. જ્યોતિષના અન્ય પાસાંનું વિશ્લેષણ કર્યા વિના જ મોટા ભાગના જ્યોતિષીઓ કાલસર્પ દોષને સમસ્યાના મૂળ તરીકે સ્વીકારી લે છે. જોકે હકીકતે, જન્માક્ષરમાં બધા જ ગ્રહ યોગ્ય રીતે ગોઠવાયેલા હોય તો કાલસર્પ દોષ હાનીકારક બનતો નથી, અને ગ્રહોની સારી સ્થિતિને કારણે મળતા લાભમાં મદદરૂપ થાય છે. જન્માક્ષરમાં અન્ય ગ્રહોની સ્થતિ પ્રતિકૂળ હોય ત્યારે જ કાલસર્પ દોષ અશુભ બને છે.
આમ, ફક્ત કાલસર્પ દોષ વિષે સાંભળીને જ ડરી જવાનું યોગ્ય નથી. કાલસર્પ દોષની નકારાત્મક અસરોના ઊંડા અભ્યાસ માટે કોઈ જ્યોતિષીનો સંપર્ક સાધ્યા બાદ જ તેના ઉપાયો કરવા યોગ્ય રહેશે. અહીં રસપ્રદ બાબત એ છે કે, દરેક વ્યક્તિને કાલસર્પ દોષની જુદી-જુદી અસર થાય છે. કારણ કે કાલસર્પ દોષની અસર અનેક મુદ્દાઓ પર આધારિત છે, જેમકે - કઈ રાશિ કયા ભાવમાં છે, તે ભાવમાં બીજા કયા ગ્રહો છે, તેમની શી અસરો છે, વગેરે.
પરિણામ: તમારી કુંડળીમાં કાલસર્પ યોગ નથી
તમારી કુંડળીમાં હાજર કાલ સર્પ દોષ થી મુક્તિ મેળવવા માટે હવે બુક કરો કાલ સરપ દોષ નિવારણ પૂજા
No comments:
Post a Comment