લગ્ન શું છે?
વેદિક જ્યોતિષમાં લગ્ન હાઉસને ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. વ્યક્તિના જન્મ સમયે આકાશમ ઉગતી રાશિને તે વ્યક્તિનું લગ્ન કહે છે. અને આ ભાવમાં આવતી રાશિને લગ્ન રાશિ કહે છે. જ્યોતિષ વડે વ્યક્તિના જીવનમાં બનતી નાનામાં નાની ઘટનાની ગણતરીમાં લગ્ન મદદરૂપ થાય છે. જ્યારે દૈનિક, અઠવાડિક, માસિક અને વાર્ષિક આગાહીઓ ચંદ્ર અને સૂર્ય રાશિ પરથી થાય છે.
તમારું લગ્ન છે સિંહ
સિંહ લગ્ન માટે આરોગ્ય
સિંહ રાશિના જાતકો મોટે ભાગે હૃદયની બીમારીથી પીડાતા હોય છે, જેમાં હૃદયની ધમનીઓમાં લોહીના ગંઠાઈ જવાની કે તેને કારણે હાર્ટ એટેક આવવા જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. જ્ઞાનતંતુના તણાવને કારણે ધબકારા વધી જવા જેવી બીમારી થઈ શકે છે. સિંહ રાશિ સાથે સંબંધિત બીમારીઓમાં કમર અને ફેફસાંમાં દુખાવો, કરોડરજ્જુ અંગેની સમસ્યા, હૃદય અને લોહીના રોગ, પાંસળી અને પડખાંમાં દુખાવો, આંચકી, બળતરા સાથેના તાવ તેમજ થોડી ઘણી આંખની સમસ્યાનો સમાવેશ થાય છે.
સિંહ લગ્ન માટે સ્વભાવ અને વ્યક્તિત્વ
આ રાશિના જાતકો ગતિશીલ અને આકર્ષક વ્યક્તિત્વના માલિક હોય છે. લાક્ષણિક સિંહ જાતક મહત્ત્વાકાંક્ષી, શૌર્યવાન, મજબૂત ઇચ્છાશક્તિ ધરાવનાર, હકારાત્મક, સ્વતંત્ર તેમજ આત્મ-વિશ્વાસુ હોય છે. તેઓ સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. પોતાને શું જોઈએ છે તે તેમને ખબર છે અને તે પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ઉત્સાહ અને રચનાત્મક જુસ્સાથી તેઓ લાગી પડે છે. સામાન્ય રીતે મિજાજી સ્વભાવ ધરાવનાર આ જાતકોને જ્યારે અન્ય વ્યક્તિના દ્વેષ કે હુમલાને કારણે ઊંડું દુઃખ પહોંચે છે તે સમયે તેઓ નિષ્ઠુર અને અધમ વર્તન પણ કરી બેસે છે. વ્યક્તિગત નિંદા બાબતે અતિશય સંવેદનશીલ એવી આ વ્યક્તિઓને જ્યારે પોતાનું સામ્રાજ્ય હલતું દેખાય તે સમયે તેઓ આકસ્મિક ગુસ્સો કરવા લાગે છે. તેઓ ઘણા જીદ્દી હોય છે અને કોઈ પણ સંજોગોમાં પોતાની માન્યતા કે કામ કરવાની પદ્ધતિને વળગી રહે છે. તેમનો સ્વભાવ આદર્શવાદી અને માનવતાવાદી હોય છે. સામાન્ય રીતે સિંહ રાશિના જાતકો બહિર્મુખી, આનંદી, માયાળુ અને ઉદાર, પોતાને વ્યક્ત કરી શકનારા, બુદ્ધિશાળી તેમજ ખુલ્લા મનના હોય છે. તેઓ નક્કર નિર્ણય લઈ શકે છે પરંતુ જરા અમસ્તી ઉશ્કેરણીને લીધે અયોગ્ય કારણોએ ગુસ્સે થઈ જાય છે, વળી શાંત પણ તેટલા જ જલ્દી થઈ જાય છે. તેઓ લાંબા સમય સુધી દ્વેષભાવ પોષ્યા કરે છે તેમજ તેઓ સ્વતંત્ર વિચારક છે. તેઓ ધર્મના જુનવાણી સિદ્ધાંતોને વળગી રહે છે, જોકે અન્યોની માન્યતા તેમજ પદ્ધતિને માન પણ આપે છે.
સિંહ લગ્ન માટે શારીરિક રૂપ રંગ
સિંહ લગ્નના જાતકો પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક હોય છે. તેઓ લોકો પર જાજરમાન અને ચુંબકીય પ્રભાવ પાડે છે. જોકે તેમનો બાંધો તેમના વ્યક્તિત્વ જેટલો આકર્ષક નથી. તેઓ સરેરાશ ઊંચાઈ ધરાવે છે અને શરીરનો ઉપલો હિસ્સો એકદમ યોગ્ય આકારનો હોય છે. તેઓ મોટો અંડાકાર ચહેરો અને પીળા રંગના આભાસવાળી આંખો તેમજ અલગ તરી આવતી હડપચી ધરાવે છે. સ્ત્રી અને પુરુષ સિંહ જાતકો દેખાય છે નિયંત્રિત, પરંતુ તેઓ ખુબ જલ્દી વિચલિત કે ઝઘડવા તૈયાર થઈ જાય છે. ઉત્સાહ અને જુસ્સાની જેમ જ તરત પ્રતિભાવ આપી દેવો કે આક્રમક થઈ જવું પણ આ જાતકો માટે સામાન્ય છે.
No comments:
Post a Comment